પૉલેન્ડના એક અત્યંત સામાન્ય પરીવારમાં જન્મેલાં મૅદમ ક્યુરી દુનિયાના શ્રેષ્ઠતમ્ વૈજ્ઞાનિકોમાના
એક હતા. તે ઉપરાંત પણ તેમણે અનેક સિદ્ધિઓ મેળવી હતી, જેવી કે,
* ફ્રાન્સમાં ડૉકટરેટની પદવી મેળવનાર પ્રથમ મહિલા
* દુનિયામાં ભૌતિકશાસ્ત્રમાં ડૉકટરેટ મેળવનાર પ્રથમ મહિલા
* સોરબોન વિશ્વવિધ્યાલયના પ્રથમ મહિલા અધ્યાપિકા
* ભૌતિકશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા
* બે નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિભૂતિ