Microsoft ના મહારથી-બિલ ગેટ્સ
પરિવર્તન એ માત્ર સંસારનો જ નિયમ નથી, એ તો સમસ્ત ઉધ્યોગ જગતનો પણ નિયમ છે. સોફ્ટવૅરની દુનિયાની સીમાઓ વધારીને
આવતી કાળની પેઢી માટે કશુંક મહત્વનું પ્રદાન કરવું એ જ બિલ ગેટ્સની સફળતાનું રહસ્ય છે. સુખ અને સફળતા વચ્ચેનો સૂક્ષ્મ ભેદ
આ પ્રતિભાશાળી વ્યક્તિએ નાનપણથી જ પારખી લીધેલો. તેઓ કહે છે: સુખ એટલે તમે જે મેળવી શકો છો એની ઈચ્છા, પણ
સફળતા એટલે તમારે જે જોઈએ છે તે મેળવવું.