વ્યક્તિનું બ્લડગ્રુપ કોઈ પણ હોય, પણ એનો જીવનમંત્ર તો હંમેશા ‘ બી પૉઝિટીવ’ જ હોવો જોઈએ !
આકારમાં આકરા ઝાંઝવતો પણ જેના મનની નૈયા હાલકડોલક ન થાય અને પ્રત્યેક આફતને અવસરમાં
ફેરવી નાખવાનું મનોબળ જાગૃત થાય એ માણસ જ જીવનનો સાચો આનંદ માણી શકે. પ્રત્યેક સૂર્યાસ્તનો
એક નવા જ સૂર્યોદયનો સંકેત છે એમ સમજી, અંધારામાં પણ અજવાળાની કેડી શોધવાનો પાઠ આ
પુસ્તકમાંથી શીખવા મળે છે. જીવનને નંદનવન બનાવવું છે કે ઉજ્જડવન એ આપણા જ હાથમાં છે.