વૈશ્નવી પારેખ – કરોડપતિ પિતાનું એકનું એક સંતાન! તેજસ્વી, રૂપાળી, લાડકી અને આઝાદ મિજાજ! વૈશ્નવી એના પિતાના ડ્રાઇવરના દીકરા માધવના પ્રેમમાં છે. માધવ દેસાઈ – IIMAનો પાસઆઉટ. વૈશ્નવી ઘરેથી ભાગીને માધવ સાથે પરણે છે. સંઘર્ષ અને સમસ્યામાં બંને એકમેકની સાથે રહીને સફળતા સુધી પહોંચે છે, પરંતુ ત્યારે એમને મળે છે કબીર નરોલા – અબજોની સંપત્તિનો એકમાત્ર વારસ.
વૈશ્નવી-માધવ અને કબીરના આ ત્રિકોણમાંથી સર્જાય છે એક ભયાનક ઘટના. એક શરત જે આ ત્રણ જણના જીવનને વિખેરી નાખે છે… શું છે એ શરત? ત્રણ વિખરાયેલાં વ્યક્તિત્વ અને ગૂંચવાયેલી જિંદગીની આ કથામાં શિદ્દતથી કરાતો પ્રેમ છે, એ પ્રેમનો અસ્વીકાર છે, એ અસ્વીકારમાંથી જન્મ લેતું વેર છે, એ વેરથી સળગતા, પ્રેમથી ભીના અને લાગણીઓમાં ગૂંચવાતા સંબંધોમાંથી જન્મ લેતી એક કથા એટલે
‘વાત એક રાતની.’
લોકપ્રિય લેખક કાજલ ઓઝા વૈદ્યની પરિપક્વ કલમે લખાયેલી આ નવલકથા વાચકને એક રોમાંચક અનુભવ કરાવશે.
Vaat Ek Raatni Gujarati Book
₹425.00 ₹382.50
book-author | |
---|---|
Book Pages | 208 |
publisher | Zen Opus |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “Vaat Ek Raatni Gujarati Book”