આપણા શરીરના ક્યાં ભાગમાં માં આવેલું છે એ આપણે જાણતા નથી કોઈએ આજ સુધી ‘મન’ ને જોયું નથી. પરંતુ
આ ‘મન’ આપણા વ્યવહારો અને જીવનનું સ્ટિયરિંગ વ્હીલ છે એ હવે સ્વીકારાઈ ચૂક્યું છે.
માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજાવું જરૂરી છે એટલું જ નહી, બીજાના મનને સમજવું પણ અનિવાર્ય છે.
મન અને બુદ્ધિ બંને જુદા છે. માણસ વિચારે છે બુદ્ધિથી, પરંતુ વર્તે છે એની લાગણીઓ અને મનની દોરવણી
પ્રમાણે એક્શન અને રીએક્શનની વચ્ચે જીવતો માણસ સામાન્ય રીતે એક્શનથી જીવતો જોવા મળે છે.