સ્વયંને શોધતા નીકળેલા સીની કથા….
ભારતીય સાહિત્યનુ સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત….
સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પડેલા હીરાની જેમ પાસાંદર અને ઝગમગતું વ્યક્તિત્વ
ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેની ‘ હોય તો પણ ભીતરથી એ
એક સ્ત્રી હતી. સ્ત્રીના ઋજૂ સંવેદનો હંમેશા એની અંદર જીવ્યાં હશે, ક્યારેક સળગાવવા હશે એ સત્યને કોઈ નકારી શકે તેમ નથી.