Osari Gujarati Book

By (author)Bhavin Gopani

175.00 157.50

છેલ્લા એક દશકમાં પોતાના આગવા મિજાજ અને અનોખી બાની સાથે મુશાયરાઓ ગજવનાર કવિ ભાવિન ગોપાણીએ ગઝલરસિકો સાથે સર્જકોને પણ આકર્ષ્યા છે. પરંપરાથી અલગ વિષયો પર ગઝલ કહેનાર ભાવિનભાઈની શાયરીમાં વિષયવૈવિધ્ય સાથે તાજપ જોવા મળે છે. પ્રકૃતિ સાથે જાતને આત્મસાત્ કરતા કવિના શેર એક અલગ દૃશ્ય ખડું કરે છે, નિરાકાર ઈશ્વરને સાકાર કરવાના પ્રયત્નરૂપે સાંપડેલા શેર ઈશ્વરના હોવાપણા વિશે આશા જન્માવે છે, બોલચાલની ભાષાના રદીફ ભાવિનભાઈની ગઝલોની વિશેષતા રહી છે. છંદવૈવિધ્યની સાથે મોટા ભાગની ગઝલોમાં કાફિયાનું સંપૂર્ણ રીતે ખેડાણ કરી આ સંગ્રહને આસ્વાદ્ય બનાવ્યો છે. બદલાતાં જતાં માનવીય સંવેદનોના બારીક નિરીક્ષણ દ્વારા નવતર અને ચોટદાર અભિવ્યક્તિ વાચકને સાંપ્રત ગઝલનો સુપેરે પરિચય કરાવશે.

SKU: BK-ZEN-145
Category:
book-author

Book Pages

120

publisher

Zen Opus