આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે. ક્યારેક નાના-નાના બેચેન કરી દે તેવા અનુભવો તેમને વાર્તા લખવા માટે પ્રેરે છે.જગતનું દરેક સ્થળ અને સમયની પ્રત્યેક ક્ષણ જે કહેવા માગે છે તેને આ વાર્તાઓમાં ઝીલવાનો પ્રયાસ રાજેન્દ્રભાઈએ કર્યો છે. સાથે ભળી છે વિશ્વપ્રસિદ્ધ લેખકોની વાર્તાઓના અધ્યયન બાદ સાંપડેલી ધાર કાઢવાની હથોટી અને વાર્તાની માવજતનો કસબ. આ વાર્તાઓ લખતાં લેખકે અનુભવેલો રોમાંચ વાચકના ભાવવિશ્વને રસતરબોળ કરી મૂકે તો નવાઈ નહીં.
2025 Sudhi Gujarati Book
₹450.00 ₹405.00
| book-author | |
|---|---|
| Book Pages | 296 |
| publisher | Zen Opus |









