તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે, ‘આવું મારી સાથે જ શા માટે થાય છે? ઘણી વખત આપણને અનુકૂળ
પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નેગેટિવ થિંકિંગ અને નેગેટિવ લાગણી હોય છે.
મહત્વનું એ નથી કે તમે કયાંથી આવો છો; મહત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. જ્યાં સુધી તમે પોતે નહીં ઈચ્છો
ત્યાં સુધી નેગેટિવ થિંકિંગના શિકાર તમે નહીં જ બની શકો. મુશ્કેલીઓ તમને અવરોધવા નહીં પણ તેમાંથી રસ્તો
કાઢવાનું પૉઝિટિવ બાલ પૂરું પડે છે. નૅગેટિવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી ‘ગતિને’
ને ‘પ્રગતિ’માં ફેરવી નાખશે.