રંગીન ચિત્રો અને રસાળ શૈલીમાં કહેવાયેલી નવીનક્કોર ૧૫ મજાની બાળવાર્તાઓનાં ત્રણ પુસ્તકો એકસાથે.
જેમાં ક્યાંક ગિટાર વગાડતા ઉંદરભાઈ છે તો ક્યાંક સ્કૂલે જતાં કીડીબહેન. હૅન્ડસમ હાથીભાઈ અને બંદરની દોસ્તી છે, ડરપોકમાંથી બહાદુર બનતું ખિસકોલીનું બચ્ચું છે. દાદીનો હેવાયો બિલ્લુ બિલાડો છે, ઉંદરોની એકતાવાળી ગાડી છે, રાજા બનવા લડતી બે બિલાડીઓ છે. ક્યાંક ચૂંચૂંરાજાની જાનમાં ફટાકડા ફૂટે છે, તો ક્યાંક જાદુઈ પેન્સિલ બચાવે છે પર્યાવરણ. જાંબુ અને જલેબીનો મીઠો ઝઘડો છે,મોજમાં રહેતો મન્ટુ બંદર છે, પપ્પુ અને જામફળ વચ્ચે રમાતી સંતાકૂકડી છે. ક્યાંક નીકળ્યો છે શૂન્યનો વરઘોડો તો ક્યાંક ઊજવાઈ રહ્યો છે ઝિંગુ કીડીનો બર્થડે.
QR શ્રાવ્યથી સજ્જ આ વાર્તાઓ બાળકો વાંચી પણ શકશે અને સાંભળી પણ શકશે.
Hathibhai toh Handsome Gujarati Book
₹125.00 ₹112.50
Hathibhai To Handsome Children Book By Kirit Goswami
996 in stock
Weight | 0.4 kg |
---|---|
Dimensions | 21 × 17 × 3 cm |
book-author | |
publisher | Zen Opus |
ISBN | 9788197259845 |
Book Pages | 36 |